ગાંધીનગર: પાટનગરમાં તમને ફરસાણ ખાવાની ઇચ્છા થાય અને તે પણ શુદ્ધ અને પરંપરાગત સ્ટાઇલમાં તો તેનું સરનામુ છે સેક્ટર-6માં અપના બજાર પાસે આવેલ પતરાળુ ખમણ હાઉસ. અહીં દરેક આઇટમ વખતે નવો વઘાર કરવામાં આવે છે અને નામ પ્રમાણે પરંપરાગત પાનનાં પતરાળામાં ફરસાણ પિરસાય છે અને પાર્સલ પણ થાય છે. બે વર્ષ અગાઉ એક લારીથી શરુઆત કરી આજે પતરાળુને ગાંધીનગરમાં બ્રાન્ડ બનાવનાર નિરવ રાજેન્દ્રકુમાર શર્મા એ mygandhinagar.in સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારી બ્રાંડના નામ પ્રમાણે ફરસાણ પરંપરાગત પાનનાં પતરાળામાં આપવામાં આવે છે. ગ્રાહકો જો અહીંથી પાર્સલ કરાવે તો પણ ફરસાણ પતરાળામાં પેક કરવામાં આવે છે. જેથી જ્યારે તેઓ ઘરે જઇને ફરસાણ ખોલે ત્યારે તેમાં એક ખાસ ખુશબુ ઉમેરાઇ હોય છે. જે આપણને એક જમાનામાં પતરાળામાં જમતા સમયે મળતી હતી. નિરવ રાજેન્દ્રકુમાર શર્માએ કહ્યું હતું કે ફરસાણની ક્વોલિટી પર અમે સૌથી વધુ ધ્યાન આપીએ છીએ. જેથી દરેક આઇટમ બનાવતી વખતે નવો વઘાર કરીએ છીએ. ગ્રાહક માંગે ત્યારે ગરમા ગરમ ફરસાણ જ અમે આપીએ છીએ. પછી ભલે ને 100 ગ્રામનો ઓર્ડર હોય કે 10 કિલોનો ઓર્ડર હોય. ફરસાણ બનાવવામાં શુદ્ધ અને હાઇજીન તેલનો ઉપયોગ કરીએ છીએ. ફરસાણ પતરાળામાં અને ચટણી વગેરે પડિયામાં પિરસીએ છીએ. પતરાળુ ખમણ હાઉસના માલિક નિરવ રાજેન્દ્રકુમાર શર્મા એ જણાવ્યું હતું કે, ફરસાણ બનાવવા માટે સારી ક્વોલિટીના ચણાની દાળનો ઉપયોગ કરીએ છીએ.
ફરસાણની સાથે મરચા ન હોય તો તેની મજા અધુરી રહી જાય. તેથી અમારે ત્યા મરચાનું કટિંગ અલગ પ્રકારથી કરીએ છીએ. જેમાં મરચાની અંદરના બીજ કાઢી નાખીએ છીએ જેથી ગ્રાહકોનું સ્વાસ્થ્ય જળવાઇ રહે અને તેમને મરચા ખાવાની પણ મજા આવે. એક વખત ફરસાણ બનાવ્યા બાદ તે તેલનો ફરી ઉપયોગ અમે નથી કરતા. ગ્રાહકોને પીવાનું પાણી પણ મિનરલ આપીએ છીએ. અમારે ત્યાં સ્વચ્છતાનો સૌથી મોટો આગ્રહ રખાય છે તેથી સાફ-સફાઇ પર ખૂબ જ ધ્યાન આપીએ છીએ.
નિરવ રાજેન્દ્રકુમાર શર્માએ ઉમેર્યું હતું કે અમારે ત્યાં સ્પે.વાટીદાળના ખમણ, સેવખમણી, ખાંડવી, પાત્રા, સેન્ડવીચ ઢોકળા, મરીવાળા ખમણ, ટમટમ ખમણ, સ્પે. નવરંગ ખમણ (સ્વીટ) સહિતના ફરસાણ મળે છે. અમારી દુકાન સવારે 8:30 વાગ્યાથી રાત્રીનાં 8:30 વાગ્યા સુધી ખુલ્લી રહે છે. તહેવારના દિવસોમાં રાત્રે 10 કલાક સુધી ખુલ્લી રહે છે. ગત વર્ષે કલ્ચરલ ફોરમના ગરબા મહોત્સવમાં રાત્રે અઢી વાગ્યા સુધી પણ લાઇવ ફરસાણ ગાંધીનગરની જનતાને પીરસ્યું હતું અને લોકોએ તેને વખાણ્યું હતું. તમે પણ સેક્ટર-6માં અપના બજાર પાસે આવેલ પતરાળુ ખમણ હાઉસના ફરસાણનો લ્હાવો લેવાનું ન ચુકતા અને પતરાળુ ખમણ હાઉસની અંદર લાગેલા સૂત્રો “માન…મર્યાદા…મોભો…” અને “હુકુમ કરો” આ પણ ગ્રાહકોમાટે આકર્ષણ નું કેન્દ્ર બનું છે.
‘પતરાળુ’ ને ફોલો કરવા માટે:
https://www.facebook.com/PattraduKhaman/
https://www.instagram.com/pattradu/