આ ૨૧મી સદીના યુવાન હોય કે વડીલ બધાને રોજ ને રોજ કાંઈક ચટાકેદાર ખાવા જોઈતું જ હોય છે, માટે અમે સ્વાદના શોખીનો માટે ગાંધીનગરની ઘણા વર્ષોની જાણીતી યાદી આપને તાજી કરાવા જઈ રહ્યા છીએ. જેના કારણે ગાંધીનગરની અનોખી ઓળખ ઉભી થઇ છે. ગાંધીનગરની મુલાકાત લેનારા લોકો આમાંથી એકાદ જગ્યાની મજા માનવાનું ભૂલતા નથી.
અમે અમારા વાંચકોમાટે લોકોના મોઢે અવાર-નવાર સાંભળેલી અને જૂની તથા જાણીતી એક ટૂંકી યાદી અહીં રજૂ કરેલ છે, તો તમારી સ્વાદેન્દ્રિય કાબુમાં રાખી વાંચવાનું શરૂ કરો.
પૂજાના ઢોકળા,
મયુરના ભજીયા,
મધુરનો મોહનથાળ,
તૃપ્તિની લસ્સી અને આઇસક્રીમ,
ઘૂંઘટની ગુજરાતી થાળી,
અક્ષરધામની ખીચડી,
ચિલોડામાં પુરોહિતની દાલબાટી,
લક્ષ્મી બેકરીની પેટીસ અને પફ,
વૈષ્ણવની પાણીપુરી,
ક્રિષ્નાની ભાજીપાઉં,
સેક્ટર-૭માં જલારામના ફાફડા,
ઘ-૨માં શ્રીજી રથના ગાંઠિયા,
રાધેની રસમલાઈ,
વૃંદાવનનું ચવાણું,
સેક્ટર-૧૧માં મેઘમલ્હારની સામેના બટાકાપૌંઆ,
પથિકાશ્રમની ચીજ-ગ્રીલ સેન્ડવીચ,
આંબેડકર ગાર્ડનના ગરમ ચણાચોર,
ઘ-૫માં રાજસ્થાન આઈસ્ક્રીમનો બદામશેક,
સેક્ટર-૧૭માં મહારાજના દાળવડા,
સેક્ટર-૨૨માં જય અંબેના ખમણ,
પંડિતનું પાન,
સેક્ટર-૨૧માં સૌરાષ્ટ્ર ફરસાણના પંજાબી સમોસા,
ઘ-૫ ચોપાટી પર મિલનના ગોળા,
મનમોહનનું હાજમાહજમ-ખારેક,
ઓમ શિવશક્તિની ચોળાફળી,
કર્ણાવતીની દાબેલી,
સચિવાલયના મુખવાસ,
ફન વોર્લ્ડની ચા,
પતરાળું ખમણનું ફરસાણ.
શ્રીજી ની ફરારી ખીચડી અને ખીચું – સેક્ટર ૧૧
આપને આમાંથી અનેક લોકોનો સ્વાદ માણ્યો હશે અને મુલાકાત પણ લીધી હશે. આવી જ અવ નવી વાતો જાણવા માટે અમારા પેજને follow કરવાનું ભૂલશો નહીં.