ગાંધીનગરના સેક્ટર ૧૩ બી ખાતે યોજાયેલ ત્રિદશાબ્દિક ભક્તિ વંદના મહોત્સવમાં પધારેલા પૂજ્ય.ચૂંદડીવાળા માતાજીએ જણાવ્યું કે ‘હું ૩૦૧ વર્ષનું આયુષ્ય ભોગવીશ ‘. તેમને આશરે ૮૦ વર્ષથી અન્ન -જળ ગ્રહણ કર્યું નથી. તેમનું નામ પ્રહલાદ જાની છે અને તેઓ ચરાડા ગામના વતની છે. તેઓ ૧૦ વર્ષના હતા ત્યારે અંબે માનો સાક્ષાત્કાર થતા તેમને અન્ન – જળનો ત્યાગ કર્યો હતો. તેમને વધુમાં જણાવ્યું કે ૩ દિવ્ય મહિલાઓ તેમને પોતાની સાથે લઇ જવા માટે આવી હતી. ત્યારે તેમને હા પાડી હતી. તેમને પૂછ્યું કે માતાજી મારે શું જમવાનું ? ત્યારે માતાજીએ જીભ પર આંગળી મૂકીને કહ્યું કે હવે તારે અન્ન -જળની કોઈ જરૂર નથી .તેમને માતાજીનો સાક્ષાર થતા તે ઘર છોડવા માટે અનુમતિ માંગવા ગયા હતા. ત્યારે ઘરમાં અખંડ દીવો ચાલુ થયો હતો. અને માતાજીના કંકુના પગલાં જોવા મળ્યા હતા. તેમને નર્મદા નીરમા ઉભા રહી આકરી તપસ્યા કરી હતી. કોઈપણ સિદ્ધિ મેળવા માટે ગિરનારની તપસ્યા કરવી જરૂરી છે. તેની ટોચ પરથી નીચે પડવાની સિદ્ધિ મેળવવી જરૂરી હોય છે. તેવું પ્રહલાદએ કર્યું હતું તેઓ ગિરનારની ટોચ પરથી નીચે પડી રહ્યા હતા .ત્યારે તેમને માતાજીના આભૂષણ અને ચૂંદડી પ્રાપ્ત થઈ હતી. ત્યારબાદ તેઓ ‘ચુંદડીવાળા માતાજી ‘તરીકે જાણીતા થયા હતા. આ બધું સાંભળીને ત્યાં બેસેલા શ્રદ્ધાળુઓ અચંબિત પામી ગયા હતા. એક સાથે માતાજી નો જય જય કાર કર્યો હતો.
આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર રીટાબેન પટેલ પૂર્ણાહુતિમાં હાજર રહ્યા હતા .તેમને જણાવ્યું કે શિવ -શક્તિ મહાયાગ એટલે શિવ અને શક્તિની ઉપાસના .મહાયજ્ઞોનો હેતુ એ હતો કે પરિવારના સભ્યોનું કલ્યાણ થાય તથા વિશ્વ કલ્યાણ, નગરજનોના કલ્યાણ માટે કરવામાં આવ્યું હતું .યજ્ઞ માં ન બેઠા હોય તે ભક્તો માટે પરીમંડપની બહાર પ્રદક્ષિણા કક્ષ બનાવવામાં આવ્યો હતો. જ્યાં પ્રદક્ષિણા કરવાથી યજ્ઞ કરવા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે. સમગ્ર મહોત્સવ દરમિયાન સવાલાખ રુદ્રાક્ષ નું શિવલિંગ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું . તેમને જણાવ્યું કે ગાંધીનગર પર કોઈ વિઘ્ન ન આવે તેવી પ્રાર્થના મેયર રીટાબેન પટેલે કરી હતી.
સૌજન્ય : ગાંધીનગર સમાચાર