આપણા ઘરે અચાનક મહેમાન આવે ત્યારે પંજાબી સબ્જી બનાવવી હોય તો ટામેટાંની પ્યુરી જો તૈયાર છે તો તમે ફટાફટ અને સરળતાથી બનાવી શકો છો. ટામેટાની પ્યુરીની સાવચેતી રાખવા શું કરવું જોઈએ ચાલો જાણીયે.
જરૂરી સામગ્રી:
ટામેટાં
બરફ
પાણી
ચારણી
બાઉલ
બરફની ટ્રે
રેસિપી :
સૌ પ્રથમ ટામેટાં લઈને + ના આકારમાં કટ કરવાના અને એક તપેલી લઈને એમાં પોણા ભાગનું પાણી ભરોને ઉકળવાનું છે. પાણી ઊકળે એટલે તેમાં કટ કરેલા ટામેટાં નાખવાના. ૧ મિનીટ ગરમ પાણીમાં રહેવા દેવાનું અને ૧ મિનિટ બરફના ઠંડા પાણીમાં રહેવા દીધા પછી તેના ઉપરની છાલ નીકાળી લેવાની છે. પછી કટ કરીને એને મિક્સરમાં ક્રશ કરવાનું છે. પછી મિડિયમ કાણાવાળી ચારણીની મદદથી એક વાસણમાં ગાળી લેવાનું છે. તો તૈયાર છે ટામેટાં પ્યુરી. આ પ્યુરીને બરફની ટ્રેમાં ભરીને ફ્રીઝરમાં મૂકી દેવાના અને 12-15 કલાક પછી ટ્રેમાંથી ટામેટાં પ્યુરીના કટકા ટ્રેમાંથી બહાર હળવે- હળવે કાઢી લેવાના છે. આ ટામેટાં પ્યુરીના કટકાને ઝિપલોક બેગમાં અથવા તો તમે એર ટાઈટ ડબ્બામાં ભરી શકો છો.
ધ્યાનમાં રાખવા જેવી બાબતો
– ટામેટાં પોચા હોય એવા ના લેતા કડક લાલ હોય એવા પસંદ કરવા.
– જેટલી જરૂર હોય એટલા જ ક્યુબ ફ્રીઝ માંથી બહાર કાઢવા.કેમ કે એકવાર નીકળેલા ક્યુબ પાછા ફ્રીઝમાં નહીં મુકવા.
– જો બરફની ટ્રેમાં ના મુકવા હોય તો નાની નાની વાડકીમાં પણ મૂકી ને સેટ કરી શકો.
સૌજન્ય: જલ્સા કરોને જેંતીલાલ
ઇમેજ: ગુગલ