ગાંધીનગર: વાવોલની એમ.બી.પટેલ હાઇસ્કૂલના પ્રાર્થના હોલ ખાતે તા. ૧૫મી સપ્ટેમ્બરથી દરરોજ સવારે ૬ થી ૭.૩૦ કલાક દરમ્યાન ચાલી રહેલા હેપ્પી યુથ ક્લબ આયોજિત “હેપ્પી જીવન યોગ સેમિનાર”નું આજે શહેરના જાણીતા યોગગુરુ અને વી કેર ફાઉન્ડેશનના અધ્યક્ષ જે.સી.પટેલના “આનંદ યોગ” સાથે સમાપન થયું હતું. આ “હેપ્પી જીવન યોગ સેમિનાર”માં સતત ૧૨ દિવસ સુધી દરરોજ યોગ સેવક વિરમદેવ આર્ય દ્વારા યોગાર્થીઓને સરળ સંગીતમય યોગ-પ્રાણાયામની તાલીમ આપવા સાથે સાથે વિવિધ વિષયના નિષ્ણાતો દ્વારા પણ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે અંતર્ગત ગાંધીનગરની સરકારી આયુર્વેદિક હોસ્પિટલના નિષ્ણાંત વૈદ્ય ડૉ. રાકેશભાઇ ભટ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ ડૉ.હાર્દિક તલાટી, હોમિયોપેથિક તબીબ ડો.ઓમકાર જોશી વગેરેએ વિના મૂલ્યે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
“હેપ્પી જીવન યોગ સેમિનાર”ના સમાપન કાર્યક્રમમાં જોશીલા જે.સી.દાદા તથા તેમની ટીમના રાજુભાઇ અને જયંતિભાઈ દ્વારા મસ્તીના મહાસાગર સમા “આનંદ યોગ” કરાવાયા હતા જેમાં યોગાર્થીઓને ખુબ જ મોજ પડી હતી. સમાપન કાર્યક્રમમાં હેપ્પી યુથ ક્લબ દ્વારા સેમિનાર માટે હૉલ આપવા બદલ “શ્રી પ્રગતિ મંડળ વાવોલ”ના કારોબારી સભ્ય વિનોદસિંહ રાઠોડને આભારપત્ર સુપ્રત કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ સાથે “હેપ્પી જીવન યોગ સેમિનાર”માં વિષય નિષ્ણાત તરીકે સેવાઓ આપનાર નિષ્ણાતોનું અને યોગસેવક વિરમદેવ આર્યનું પણ આભાર પત્ર અને શુભેચ્છા ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. સેમિનારના યોગાર્થીઓ દ્વારા પણ વિરમદેવ આર્યનું શાલ ઓઢાડી અને શુભેચ્છા ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ગાંધીનગરના પૂર્વ પ્રમુખ ડો.ધર્મેન્દ્ર પટેલ અને વાવોલ વિસ્તાર વિકાસ સમિતિના અગ્રણી સંજયભાઈ પંડ્યા અને ગૌરાંગભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સમાપને કોરોના-ચિકનગુનીયા જેવા રોગો સામે રોગપ્રતિકારક શક્તિ વધારતા આયુર્વેદિક ઉકાળાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે આ સ્થળે સવારે દરરોજ ૬ થી ૭ દરમ્યાન નિયમિત યોગ-પ્રાણાયામ ચાલુ રહેશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી જેમાં કોઈપણ યોગાર્થી વિના મૂલ્યે જોડાઈ શકશે.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download MyGandhinagar App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube