ગાંધીનગર: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, ગાંધીનગર જિલ્લા રમતગમત કચેરી અને ગાંધીનગર જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે “Play At Home” વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લાના ૮ થી ૧૩ વર્ષના બાળકો આ સ્પર્ધામાં ભાગ લઇ શકશે. તેમના ચિત્રો તા. ૨૩ નવેમ્બર થી તા.૧૧ ડિસેમ્બર, ૨૦૨૦ દરમ્યાન મોકલી આપવાના રેહશે.
હાલ કોવિડ-૧૯ મહામારીને ધ્યાને લેતા સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાને લેતા ઉક્ત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ A4 સાઇઝના (૮.૩”x ૧૧.૭”) ડ્રોઇંગ પેપર પર પોતાની કૃતિ પોતાના ઘરે તૈયાર કરી તેને માઉન્ટીંગ કરાવ્યા બાદ જિલ્લા રમતગમત કચેરી ખાતે તા.૨૩/૧૧/૨૦૨૦ થી તા.૧૧/૧૨/૨૦૨૦ સુધી બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં મોકલી આપવાના રહેશે. કૃતિ પાછળ સ્પર્ધકે પોતાનું નામ, સરનામું, મોબાઇલ નંબર, શાળાનું નામ વગેરે જેવી બાબતોનો ઉલ્લેખ કરવાનો રહેશે તેમજ આ કૃતિની સાથે સ્પર્ધકે ઉંમરના પુરાવા તરીકે (આધારકાર્ડ/જન્મ તારીખનો દાખલો) ની ઝેરોક્ષ અને બેન્ક ખાતાની પ્રથમ પાનાની ઝેરોક્ષ અચૂક જોડવાની રહેશે. આ સ્પર્ધામાં ૦૮ થી ૧૩ વર્ષના બાળકો ભાગ લઇ શકશે. આ સ્પર્ધામાંથી ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી ત્રણ – ત્રણ ચિત્રની જિલ્લાકક્ષાએ પસંદગી થયા બાદ રાજ્યકક્ષાએ ચિત્રો મોકલવામાં આવશે. રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધા તા.૧૯/૧૨/૨૦૨૦ ના રોજ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, રવિશંકર રાવલ કલાભવન, એલિસબ્રિજ, અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધાનો સમય ૧૧ થી ૫ કલાક સુધીનો રહેશે. જેમા સમગ્ર રાજ્યમાંથી આવેલા ચિત્રો પૈકી બેસ્ટ ૩૦ ચિત્રોના સ્પર્ધકોને રાજ્યકક્ષાની સ્પર્ધામાં સ્થળ પર ચિત્ર બનાવવાના રહેશે. જે પૈકી ૧૦ વિજેતા પસંદગી કરવામાં આવશે.
રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ।.૨૫,૦૦૦/- દ્ધિતીય વિજેતાને રૂ।.૧૫,૦૦૦/- અને તૃતીય વિજેતાને રૂ।.૧૦,૦૦૦/ એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ।.૫,૦૦૦/- (પ્રત્યેકને) મુજન આશ્વાસન ઇનામો આપવામાં આવશે. તમામ વિજેતાઓને ચિત્રકામ કીટ (ડ્રોઇંગ કીટ) આપવામાં આવશે.
જિલ્લાકક્ષા સ્પર્ધામાં કોઇ વ્યક્તિની મદદ વિના ચિત્ર દોરી તા.૧૧/૧૨/૨૦૨૦ સુધી બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા રમતગમત કચેરી, સહયોગ સંકુલ, “સી” વિંગ, પથિકાશ્રમ પાસે, સેક્ટર-૧૧, ગાંધીનગર ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારીને પહોચતી કરવાની રહેશે. સ્પર્ધા અંગેના તમામ નિયમો કચેરીના બ્લોગ એડ્રેસ – https://youthofficergandhinagar.wordpress.com પરથી અને કચેરી પરથી મેળવી શકાશે.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube