ગાંધીનગર: ગાંધીનગરના કોલવડા ખાતેની આયુર્વેદ સ્ટેટ મોડેલ કોલેજમાં અમેરીકન ફૂડ એંડ ડ્રગ્સ ડીપાર્ટમેંટના કંટ્રી ડાયરેક્ટર ડો. સારા મેકમુલેન તથા તેમની ટીમનાં સભ્યો ડો. નતાલીયે અને ડો. ફીલીપ, ભારત તથા ગુજરાત સરકારનાં ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનીસ્ટ્રેશનના અધિકારીઓ રાવતજી, વૈદ્ય કમલેશ ભટ્ટ, ડો. સુધિન્દ્ર કુલકર્ણી, ધ્રુવ શાહ તથા દીપેશ શાહ સહીતના અગ્રણીઓ દ્વારા કોલવડા સ્થીત સ્ટેટ મોડેલ આયુર્વેદ કોલેજ તથા કોલેજ સંલગ્ન હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. હોસ્પિટલના અધિક્ષક વૈદ્ય રાકેશ ભટ્ટે હોસ્પિટલ ખાતે અપાતી ઓપીડી તથા આઇપીડી સેવાઓ વિશે છણાવટ કરી સમગ્ર ટીમને હોસ્પિટલ ખાતે કાર્યરત વિવિધ વિભાગોની મુલકાત કરાવી વિવિધ સારવારનું પ્રત્યક્ષ નિદર્શન પણ કરાવ્યું હતું.
આ મુલાકાતના પ્રારંભે આયુષ નિયામક વૈદ્ય જયેશભાઇ પરમાર દ્વારા સમગ્ર ટીમનું પરંપરાગત ભારતીય ઢબે તિલક કરી પુષ્પગુચ્છથી સ્વાગત કર્યુ હતું અને ભગવાન ધનવંતરી ભગવાનની આરાધના કરી સરકારની વિવિધ યોજનાઓ તથા ગુજરાત રાજ્યમાં આયુષ પ્રભાગની કામગીરી વિશે અને હોસ્પિટલ વિષે માર્ગદર્શન આપ્યુ હતું. મુલાકાત દરમિયાન સમગ્ર ટીમને કોલેજના આચાર્ય વૈદ્ય સ્વીટી રુપારેલે કોલેજના વિવિધ વિભાગો સબંધિત માહિતી આપી.
હોસ્પિટલના અધિક્ષક વૈદ્ય રાકેશ ભટ્ટે હોસ્પિટલ ખાતે અપાતી ઓપીડી તથા આઇપીડી સેવાઓ વિશે છણાવટ કરી સમગ્ર ટીમને હોસ્પિટલ ખાતે કાર્યરત વિવિધ વિભાગો જેમ કે બાળરોગ, સ્ત્રી રોગ અને પ્રસુતિ તંત્ર, સ્વસ્થવૃત, કાયચિકિત્સા, શલ્ય, શાલાક્ય વગેરે અંતર્ગત ચાલતી ઓપીડી સેવાઓની મુલાકાત કરાવી. સાથે – સાથે ટીમને ડાયરેક્ટ આયુષ દ્વારા હોસ્પિટલનાં અંતરંગ વિભાગમાં દાખલ દર્દીઓને અપાતી પંચકર્મ સારવાર જેમ કે કટી બસ્તિ, જાનુ બસ્તિ, અભ્યંગ, સ્વેદન, જળો થેરાપી, અગ્નિકર્મ સારવાર વગેરેનુ પ્રાત્યક્ષીક નિદર્શન બતાવવામાં આવ્યું.
આ તકે બાળકોને અપાતા આયુર્વેદીક ઇમ્યુનાઇજેશન પ્રોગ્રામ – સુવર્ણપ્રાશન ડ્રોપ્સ તથા આદર્શ સંતાન પ્રાપ્તિ માટે ઉપયોગી એવા ગર્ભાધાન સંસ્કાર અંગેની માહિતી પણ આપવામાં આવી. સમગ્ર ટીમે ભારતીય પરંપરાગત પ્રાચિન ચિકિત્સા પ્રણાલીના સિદ્ધાંતો, તેના પરીણામો તથા વર્તમાન સમયમાં સંભાવનાઓ વિશે જાણીને પોતાની ખુશી વ્યક્ત કરી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એફડીસીએના ડેપ્યુટી ડાયરેકટર વૈધ કમલેશ ભટ્ટ, આયુષના વૈધ હેમંત જોષી અને હોસ્પિટલના વડા વૈદ્ય રાકેશ ભટ્ટે કર્યુ હતુ.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtu