ગાંધીનગર: ગાંધીનગર ખાતે સેક્ટર-૧૨માં સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતેની સી.એમ.પટેલ ફિઝિયોથેરાપી કોલેજમાં અમેરિકાના વેસ્ટ- સાનફ્રાન્સિસ્કોની લાઈફ કાયરોપ્રેક્ટિક કોલેજના પ્રેસિડેન્ટ ડૉ. રૉન ઓબરસ્ટાઈનની આગેવાની હેઠળ આવેલાં ૧૨ જેટલાં કાયરોપ્રેક્ટિશનર્સ દ્વારા ત્રિ-દિવસીય નિ:શુલ્ક કાયરોપ્રેકટર સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ લેવા મોટી સંખ્યામાં શહેરના નાગરિકો ઉમટ્યાં હતા.
તા. ૨૦ જૂનથી શરૂ કરીને તા.૨૨ જૂન સુધી ચાલેલા આ કેમ્પમાં ત્રણ દિવસ દરમ્યાન આશરે ૪ હજારથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. કેમ્પના સમાપને કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ વલ્લભભાઈ પટેલના હસ્તે તમામનું સ્મૃતિચિહ્ન આપી સન્માન કરાયું હતું અને આ કાયરોપ્રેક્ટિક તજજ્ઞોએ ફિઝિયોથેરાપી કોલેજ કેમ્પસમાં યાદગીરી સ્વરૂપે વૃક્ષારોપણ પણ કર્યુ હતું.
ફિઝિયોથેરાપી કોલેજ ખાતે યોજાયેલા કાયરોપ્રેક્ટિક કેમ્પમાં ગાંધીનગર તેમજ અમદાવાદ સહિત આસપાસના વિસ્તારના નાગરિકોએ હાડકાં, નસ, સાંધા અને સ્નાયુઓને લગતી તકલીફોના કારણે થતા દુઃખાવા, ગરદનનો દુખાવો, કમરની તકલીફ, માથાનો દુખાવો, માઈગ્રેન, સાંધાની ઈજાઓ, સ્નાયુપેશીઓની ઈજાઓ વગેરેના નિદાન અને સારવારની વિના મૂલ્યે કાયરોપ્રેક્ટિક થેરાપીથી સેવા આ તજજ્ઞો પાસેથી મેળવી હતી. કેમ્પમાં ચાર હજાર જેટલાં દર્દીઓને સારવાર અપાઇ હતી જેની રજીસ્ટ્રેશનથી માંડીને ટોકન નંબર આપી ભીડભાડ કે ધક્કામુક્કી વગર અને વારાફરથી છતાં દર્દીઓનો વધુ સમય ના બગડે તે રીતે સુચારુ વ્યવસ્થા સાથે સારવાર મળી રહે તે માટે ફિઝિયોથેરાપી કોલેજના સ્ટાફગણ અને યુવા તાલીમાર્થીઓએ પ્રસંશનીય સેવાઓ આપી હતી.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtu