ગાંધીનગર: ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા ગાંધીનગરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં મહાનગરપાલિકાના મુખ્ય કાર્યક્રમ ઉપરાંત તમામ વોર્ડમાં યોજાયેલા કાર્યક્રમમાં યોગ નિદર્શનની સેવા પૂરી પાડવામાં આવી હતી.
આ અંતર્ગત સ્વર્ણિમ પાર્ક ખાતે યોગ કોચ એન્ડ કોઓર્ડિનેટર ભાવના જોષી અને તેમની ટીમ જેમાં ડો. પરાગી ગાંધી, પાયલ પટેલ, રણવીર સિંહ અને વિશાલ પટેલ દ્વારા યોગ પ્રોટોકોલ અનુસાર યોગ નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત શહેરના અક્ષરધામ સહિત તમામ ૧૧ વોર્ડમાં યોજાયેલા યોગ-પ્રાણાયામના કાર્યક્રમમાં જે યોગ ટ્રેનરોએ સેવા આપી હતી તેમાં વોર્ડ નં.૧માં સેક્ટર ૨૫ ખાતે મનોજભાઈ તથા હર્ષાબેન, વોર્ડ નં.૨માં પેથાપુર ખાતે ચંદનબેન, સપનાબેન અને કાજલબેન, વોર્ડ નં.૩માં સે.૨૭ ખાતે ભાવના રાઠોડ અને સોનલ પંડ્યા, વોર્ડ નં.૪માં સે.૨૯માં જગદીશભાઈ અને મયુરભાઈ, વોર્ડ નં.૫માં સે.૨૨માં નીલાબેન પરના અને સ્નેહાબેન પટેલ, વોર્ડ નં.૬માં સે.૧૨માં રમણભાઈ પરમાર, વોર્ડ નં.૭માં વાવોલ ખાતે પૂનમબેન ગજ્જર અને સચીનભાઇ, વોર્ડ નં.૮માં સે.૪ ખાતે આશાબેન અને કિનારબેન રાણા, વોર્ડ નં.૯માં સે.૩ન્યુ ખાતે રમેશભાઈ પંડયા, વોર્ડ નં.૧૦માં સે.૬ ખાતે પૂનમ વાળા અને ઉષાબેને તેમજ વોર્ડ નં.૧૧માં ભાટ ખાતે ઇલાબેન વોરા અને પૂનમબેને યોગદાન તરફથી યોગ નિદર્શનની સેવાઓ આપી હતી. આ ઉપરાંત અક્ષરધામ ખાતે યોગેશભાઈ જણસારી, ડો યશવંત છાટબાર અને ખુશી પટેલે કરાવ્યાં હતા.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtu