ગાંધીનગર : ગાંધીનગર ખાતે સેક્ટર-૩૦માં ગઇકાલે થર્મલ પાવર સ્ટેશનમાંથી બહાર આવી રહેલી માલગાડી સાથે પેથાપુર ફાટક નજીક પાવર સ્ટેશનનો ખુલ્લો દરવાજો ફસાઈ જતાં તે તુટીને રોડ સુધી ઘસડાયો હોવાની ઘટના સર્જાઇ હતી. આ ઘટનામાં એક સુરક્ષાકર્મી ઉપરાંત એક રીક્ષા ચાલકને ઇજા થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.
ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગઇકાલે સાંજે ગાંધીનગર પેથાપુર જવાના માર્ગ ઉપર ફાટક વગરનું રેલ્વે ક્રોસિંગ આવેલું છે. આ રેલ્વે ક્રોસિગનો ઉપયોગ માલગાડીની અવરજવર માટે થતો હોય છે જે ગાંધીનગર સ્થિત થર્મલ પાવર સ્ટેશનનો કોલસો લાવવા માટે માલગાડીની આવનજાવન માટે વપરાય છે.
માલગાડીની અવર-જવર ન હોય ત્યારે આ દરવાજો સામાન્યત: બંધ રાખવામાં આવે છે. ગત રોજ સાંજે આશરે સાડા છ વાગ્યાના સુમારે માલગાડી પાવર સ્ટેશનમાંથી બહાર આવી રહી હતી ત્યારે આ દરવાજો ખુલ્લો રહી ગયો હોવાથી દરવાજો માલગાડીની સાથે-સાથે ઘસડાઈને રોડ સુધી પંહોચી જવા પામ્યો હતો. આ દરવાજો તૂટતા પાવર સ્ટેશનના એક સુરક્ષા કર્મીને ઈજા પહોચી હોવાનું તેમજ ગાંધીનગર પેથાપુર માર્ગ ઉપર આવેલા ખુલ્લાં રેલ્વે ક્રોસિગ ઉપરથી પસાર થઈ રહેલી માલગાડી નીકળી જવાની રાહ જોઇને ઉભેલા વાહનચાલકો પૈકી એક રીક્ષા ચાલકને પણ ઈજાઓ થવા પામી હોવાની માહિતી પ્રાપ્ત થવા પામી છે.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtu