ગાંધીનગરમાં આવેલી સમર્પણ શાળાના બાળકો માટે પવિત્ર શ્રાવણ માસમાં વૃક્ષારોપણનો અનોખો કાર્યક્રમ શ્રીમતી હેમા મંથન ભટ્ટ યોજિત કરવામાં આવ્યો હતો. પવિત્ર શ્રાવણ માસની શરૂઆત બિલીપત્રના છોડની રોપણી કરીને થઈ હતી. ‘એક બિલ્વ શિવાર્પણમ્’ કહીને ગાંધીનગર સાહિત્યસભાના અધ્યક્ષ સંજય થોરાત, ટ્રસ્ટી સુનીલ કુમાર કેસરી, આચાર્ય પાયલ આચાર્ય, ડૉ. એન. ડી. પાંડે, હેમા ભટ્ટ અને અલ્તાફ ધાંધુકિયા સાથે મળીને બિલીપત્રના છોડની રોપણી દેવાધિદેવ મહાદેવના શ્લોક પઠન સાથે કરી હતી.
ગાંધીનગર ઇન્ફોસિટી ખાતે આવેલી જોબ પેડિયા ગ્લોબલના યુનાઇટેડ ફોરેસ્ટ પ્રોજેક્ટ હેઠળ અલ્તાફ ધાંધુકિયાની આગેવાની હેઠળ સમર્પણ શાળાના કેમ્પસમાં 1000 વૃક્ષો વાવવાના સંકલ્પ સાથે શુભ શરૂઆત કરી હતી. આજે બિલીપત્ર, ખાખરો, લીમડો, કણજી, અરીઠા, બોરસલી, આસોપાલવ, અર્જુન, જાંબુ, ગુંદા, સરગવો, અરડૂસી, નગોળ, ગરમાળો, બહેડાંના 1000 વૃક્ષોના રોપા સમર્પણ સ્કૂલને ભેટ આપવામાં આવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું આકર્ષણ એટલે આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં નાનાં બાળકોના હસ્તે કરવામાં આવ્યું હતું. દરેક બાળકો એમના નામની નેમ પ્લેટ લઈ આવ્યા હતા. ભવિષ્યમાં આ નામની કાયમી પ્લેટ લગાવવામાં આવશે. બાળકોને પ્રકૃતિ, પર્યાવરણ, ખુશી અને જિંદગીની યાદગાર ક્ષણો મળી રહે એવા ભાવથી આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ છોડની પાંચ વર્ષ સુધી જાળવણીની જવાબદારી પણ આ સંસ્થાએ લીધી છે. સમર્પણ શાળાના સ્ટાફ સાથે સિક્યુરિટી, સફાઈ કામદાર અને માળી આ વૃક્ષોની કાળજી લેવાના છે.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube