પારસમણિ ફાઉન્ડેશન દ્વારા પારસમણિ રંગબેરંગી રંગોળી સ્પર્ધા – ૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય પરંપરા અને સંસ્કૃતિના પ્રતીક સમાન રંગોળી એ ઘર આંગણાની શોભા છે. પારસમણિ રંગોળી સ્પર્ધા છેલ્લા પાંચ વર્ષથી આયોજિત કરવામાં આવે છે. આ રંગોળી સ્પર્ધામાં આ વખતે ગાંધીનગર અને ગુજરાતના વિવિધ શહેર અને છેક અમેરિકા કેનેડાથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ રંગોળી સ્પર્ધામાં ૬૨ જણાએ ભાગ લીધો હતો.
એક એકથી ચઢિયાતી રંગોળીએ નિર્ણાયકોનું મન મોહી લીધું હતું. પારસમણિ ફાઉન્ડેશનના અધ્યક્ષ સંજય થોરાતે આ રંગોળી સ્પર્ધાનું નિયમિત આયોજન કરે છે અને એનું મુખ્ય કારણ એ કે દિવાળીના તહેવારોમાં ઘર આંગણે રંગોળી પુરાય અને સ્પર્ધા હોવાથી સ્વાભાવિક રીતે દરેક સુંદર રંગોળી પૂરવાનો પ્રયત્ન કરે. આ સ્પર્ધામાં વૈવિધ્યસભર રંગોળીઓ જોવા મળી હતી. મજાની વાત એ હતી કે યુવાનોએ આ રંગોળી સ્પર્ધામાં એક એકથી ચઢિયાતી રંગોળી બનાવી હતી.
પારસમણિ રંગોળી સ્પર્ધામાં ચાર વર્ષની છોકરીથી લઈને ૬૫ વર્ષ સુધીની મહિલાઓએ ભાગ લીધો હતો. નિઃશુલ્ક યોજાયેલી આ રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર સૌને ડિસ્કાઉન્ટ વાઉચર અને પ્રમાણપત્ર જ્યારે ચાર ગ્રુપના ૧૨ વિજેતાને ટ્રોફી અને પ્રમાણપત્ર જાહેર કાર્યક્રમ દ્વારા આપવામાં આવશે. આ સ્પર્ધામાં કો-ઓર્ડીનેટર તરીકે પારસમણિ ફાઉન્ડેશનના વાઈસ પ્રેસિડેન્ટ રિદ્ધિ થોરાતે સેવા આપી હતી જ્યારે ડૉ. પૌલમી પરમાર અને રૂપિન શાહે આ સ્પર્ધા સફળ બનાવવા મહેનત કરી હતી. દિવાળી પર્વે રંગોળીના ‘પારસમણિ’ ટચથી ઘર આંગણે કલા અને સંસ્કૃતિનો અજવાસ ફેલાયો હતો.
લેખકશ્રી સંજય થોરાત‘સ્વજન ‘ ગાંધીનગર સાહિત્યસભાના અધ્યક્ષ છે)
mail@sanjaythorat.com
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube
Disclaimer: ઉપરોક્ત લેખમાં જણાવાયેલ વિચારો, આંકડા કે તારણો તેના લેખકના પોતાના છે તેની સાથે mytro સંમત હોય તે જરૂરી નથી.