દિવાળીના ઝળહળતા પર્વને ઉમંગભેર વધાવવા માટે પારસમણિ ફાઉન્ડેશન દ્વારા “રંગબેરંગી રંગોળી” સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા ચાર વર્ષથી ઘરઘરની રંગોળીની સ્પર્ધા પારસમણિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત કરવામાં આવે છે. રંગોળી સ્પર્ધાનો ઉત્સાહ જોતાં આ વખતે પણ રંગબેરંગી રંગોળી સ્પર્ધાનું આયોજન પારસમણિ ફાઉન્ડેશનના અધ્યક્ષ સંજય થોરાત દ્વારા કરવામાં આવ્યું છે.
નિ:શુલ્ક યોજાનારી “રંગબેરંગી રંગોળી” સ્પર્ધા ચાર વિભાગમાં યોજવામાં આવશે જેમાં આઠ વર્ષથી લઈને 99 વર્ષ સુધીના પરિવારનાં સૌ કોઈ ભાગ લઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. વિજેતા સ્પર્ધકને ઈનામ આપીને જાહેરમાં સન્માનિત કરવામાં આવશે. આ સ્પર્ધાની તૈયારી પારસમણિ ફાઉન્ડેશનના કારોબારી સભ્યો ડૉ. પૌલમી પરમાર, લતા શુક્લ, રિદ્ધિ થોરાત અને રૂપિન શાહ સેવા આપી રહ્યાં છે. નિર્ણાયક જે તે સ્પર્ધકના ઘરે જઈને રંગોળીનું પ્રત્યક્ષ અવલોકન કરશે. આ સ્પર્ધાની વિગતવાર માહિતી મેળવવા માટે “રંગબેરંગી રંગોળી સ્પર્ધા” એટલું લખીને મોબાઈલ નંબર 9426880400 ઉપર વોટ્સેપ મેસેજ કરતાં વધુ વિગતો આપવામાં આવશે એમ પારસમણિ ફાઉન્ડેશનના વાઈસ પ્રેસિડેન્ટ રિદ્ધિ થોરાત દ્વારા જણાવવામાં આવ્યું છે.
લેખકશ્રી સંજય થોરાત‘સ્વજન ‘ ગાંધીનગર સાહિત્યસભાના અધ્યક્ષ છે)
mail@sanjaythorat.com
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube
Disclaimer: ઉપરોક્ત લેખમાં જણાવાયેલ વિચારો, આંકડા કે તારણો તેના લેખકના પોતાના છે તેની સાથે mytro સંમત હોય તે જરૂરી નથી.