‘રક્તદાન મહાદાન’ આજના યુગમાં એકદમ યથાર્થ ઉક્તિ છે. રક્તદાન એ મહાદાન એટલા માટે કહે છે કે રક્તદાતા એક વખત રક્તદાન કરીને ત્રણ જીવનદાન આપી શકે છે. આ એક એવું દાન છે કે દાન આપનારને અભિમાન નથી થતું અને સ્વીકારનારને તેનો સંકોચ નથી થતો. ભારતના ૭૭માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે સંજય થોરાતે ઘર આંગણે ધ્વજવંદનની સાથે રક્તદાન કરવાની અપીલ કરી જાતે બપોરે રક્તદાન કર્યું હતું.
પારસમણી ફાઉન્ડેશનના અધ્યક્ષ અને ગાંધીનગર સાહિત્યસભાના પૂર્વ અધ્યક્ષ સંજય થોરાતે થેલેસેમીયા મેજર બાળક માટે રક્તદાન કરતાં આ વખતે ૭૯મી વખત બ્લડ ડોનેશન કર્યું હતું. તેઓ છેલ્લા પાંચ વર્ષથી નિયમિત થેલેસેમીયા મેજર પેશન્ટને પોતાનું બ્લડ આપે છે અને એ માટે તેઓ ખાસ અમદાવાદ પ્રથમા લેબમાં સ્વખર્ચે જાય છે. ગાંધીનગરના ઘણા નિયમિત બ્લડ ડોનરમાં એમનું નામ આવે છે.
વિવિધ પ્રકારના કેન્સરમાં તથા તેની માટેની કેમોથેરેપીની આડ અસરમાં પણ રક્ત વગર દર્દીની સારવાર શક્ય નથી ત્યારે સંજય થોરાતે જણાવ્યું હતું કે “દરેક જાગૃત નાગરિકે દર ત્રણ મહિને, ચાર મહીને કે છ મહિને જે પણ સમયાંતર અનુકૂળ હોય તે પ્રમાણે સ્વૈચ્છીક રક્તદાન કરવું જોઈએ અને તે સૌથી મોટી સામાજિક સેવા બની રહેશે.”
લેખકશ્રી સંજય થોરાત‘સ્વજન ‘ ગાંધીનગર સાહિત્યસભાના પૂર્વ અધ્યક્ષ છે)
mail@sanjaythorat.com
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube
Disclaimer: ઉપરોક્ત લેખમાં જણાવાયેલ વિચારો, આંકડા કે તારણો તેના લેખકના પોતાના છે તેની સાથે mytro સંમત હોય તે જરૂરી નથી.